Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિવિલ હોસ્પિટલમાં101મું અંગદાન, રાજસ્થાનના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું

35 વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો  બે કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું, સિવિલમાં બે વર્ષમાં 101 અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી 301 જરુરીયાતમંદોને નવજીવન મળ્યું.અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ 101 મું અંગદાન થયું છે.રાજસ્થાન ભીલવાડાના 35 વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર
સિવિલ હોસ્પિટલમાં101મું અંગદાન  રાજસ્થાનના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું
Advertisement
35 વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો  બે કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું, સિવિલમાં બે વર્ષમાં 101 અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી 301 જરુરીયાતમંદોને નવજીવન મળ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ 101 મું અંગદાન થયું છે.રાજસ્થાન ભીલવાડાના 35 વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.અહીં સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણને સર્વોપરી રાખીને ભંવરલાલના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો હતો.બ્રેઇનડેડ  ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.
જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે
હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.સિવિલ સુપ્રીટેન્ડન્ટે 101માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર,સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ  હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે.આ બે વર્ષમાં 101અંગદાતાઓ દ્વારા મળેલ 325અંગોથી 301  જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે..
અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100 અંગદાન પૂર્ણ થતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઋષિકેશભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ  સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો હતો ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિટેન્ડેન્ટે મંત્રીને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે 100મું અંગદાન થશે. 
 26 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા હતા
આ જાણકારી મળતા મંત્રીએ અંગદાનના સેવાકીય કાર્યના  નિર્ણયકર્તા પરિવારનો ઋણસ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું. મંત્રી રાત્રે દસ કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને 26 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા હતા. આરોગ્ય મંત્રીએ અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણયકર્તા  મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના સેવા પરમો ધર્મના મંત્રને ચરિતાર્થ કરે છે. 
 મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો
સિવિલ હોસ્પિટલમાં થયેલ 100માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા  સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 24જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા તેમના પિતાશ્રી અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, ફેફસાં, લીવર, હ્રદયનું દાન મેળવવા સફળતા મળી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×